cVIGIL App : કઇ રીતે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવશે સી- વિજિલ એપ ? જાણો તમામ માહિતી

cVIGIL App : કઇ રીતે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવશે સી- વિજિલ એપ ? જાણો તમામ માહિતી

ચૂંટણી પંચે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવવા માટે સી-વિજિલ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી મતદાતા ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરી શકે છે.

આ વખતે ચૂંટણી પંચ મતદારોની સુવિધા માટે C- VIGIL એપ લઈને આવ્યું છે. આના માધ્યમથી મતદારો તેમની ફરિયાદ અહીં નોંધી શકે છે, જેનો જવાબ 100 મિનિટમાં આપવામાં આવશે.

  • ગુજરાતમાં મતદાતાઓ માટે ખાસ સુવિધા

  • ફક્ત 100 મિનિટની અંદર મળશે જવાબ

  • કંઈ પણ ફરિયાદ હોય તો આ એપ પર કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે, જ્યારે બીજા તબક્કા માટે, રાજ્યમાં 5 ડિસેમ્બરે મતદાન થશે.


કેવી રીતે કામ કરશે સી વિજિલ એપ cVIGIL App ?

મતદારો પહેલા આચારસંહિતા ભંગનો બે મિનિટનો વીડિયો બનાવે અથવા તો ફોટો લે. તે પછી તેને ચોક્કસ લોકેશન સાથે એપ પર અપલોડ કરો. જો લોકેશન સાચુ ન હોય તો જીપીએસ ઓન કરો અને પછી એપ ઓટોમેટીક લોકેશન જાણી જશે.

ફરિયાદ પછી તમને એક યુનિક ID મળશે, જેનાથી તમે જાણી શકશો કે શું કાર્યવાહી કરવામાં આવી હતી. આ એપ દ્વારા જે પણ ફરિયાદ કરવામાં આવશે તે સીધી કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. ત્યાંથી કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જવાબ એપ પર અપલોડ કરવામાં આવશે. 100 મિનિટમાં આરઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


કઇ રીતે ફરિયાદ કરવી cVIGIL App?

  1. જે લોકો સી-વિજિલ એપ દ્વારા કોઈની પણ ફરિયાદ કરવા માગે છે, તેમણે આ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
  2. એપ ઈન્સ્ટોલ થયા પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ફરિયાદીએ નામ, સરનામું, રાજ્ય, જિલ્લા, વિધાનસભા અને પિનકોડની વિગતો આપવાની રહેશે.
  3. ઓટીપીની મદદથી તેની ચકાસણી કરવામાં આવશે.
  4. હવે ફરિયાદ કરવા માટે ફોટો અથવા કેમેરા પસંદ કરો.
  5. ફરિયાદી એપ પર 2 મિનિટ સુધીનો વીડિયો અપલોડ કરી શકે છે.
  6. ફોટા અને વીડિયો સંબંધિત વિગતો માટે એક બોક્સ પણ ઉપલબ્ધ છે, જ્યાં તેના વિશે લખી શકાય છે.
cVIGIL App : Download Here

- Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.