પાલનપુરના શિક્ષકનો ‘જ્ઞાન યજ્ઞ’, 200 વોટ્સએપ ગ્રુપ દ્વારા 40 હજાર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી

પાલનપુરઃ શહેરની જ્ઞાનમંદિર શાળાના શિક્ષક વિશાલ વ્યાસ 200 જેટલા વોટ્સએપ ગ્રુપ બનાવી 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્પર્ધાત્ક પરીક્ષાઓની તૈયારીઓ કરાવી રહ્યા છે. જેમાં જનરલ નોલેજથી લઈ કરન્ટ અફેર્સ સુધીનું જ્ઞાન આપે છે.

  1. ગ્રુપમાં જોડાવા માટે વોટ્સઅપમાં JOIN લખીને મોકલશો 9722900480 પર મેસેજ કરવો
  2. મહારાષ્ટ્ર, UP, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, છત્તિસગઢ સહિત રાજ્યોના ઘણા વિદ્યાર્થીઓ ગ્રુપમાં સામેલ
  3. GPSC તથા UPSC માટેનું જરૂરી મટિરિયલ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે
  4. ઘણા મિત્રોને આ ગ્રુપના લીધે નોકરી પણ મળી

50 એડમિન મિત્રો દ્વારા બધા જ ગ્રુપમાં માહિતી પહોંચાડે છે
વિશાલ વ્યાસને બે વર્ષ પહેલાં વિચાર આવ્યો કે, હું કેટલા દિવસ માત્ર ક્લાસરૂમની ચાર દિવાલો વચ્ચે રહેલા વિદ્યાર્થીઓને જ માર્ગદર્શન આપતો રહીશ. જેથી બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેનું એક ગ્રુપ બનાવ્યું અને અત્યારે 200 જેટલા વોટ્સઅપ ગ્રુપ દ્વારા 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને જોડી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂજ જ ઉપયોગી માહિતી એકઠી કરી અને 50 એડમિન મિત્રો દ્વારા બધા જ ગ્રુપમાં પહોંચાડે છે. GPSC તથા UPSC માટેનું જરૂરી મટિરિયલ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને છત્તિસગઢ સહિતના અન્ય રાજ્યો તેમજ નેપાળ ઘણાં વિદ્યાર્થીઓ આ ગ્રુપમાં જોડાયેલા છે. 


બે-ત્રણ કલાક પુસ્તકો વાંચી ગ્રુપમાં સ્પર્ધાત્મક પરીભા સંબંધિત માહિતી મોકલે છે
આ અંગે શિક્ષક વિશાલભાઇ વ્યાસે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ‘ગુરુજી પ્રમુખ સ્વામી મહારાજે કરેલી વાત યાદ આવી કે, ‘બીજાના ભલામાં આપણું ભલું છે અને બીજાના સુખમાં આપણું સુખ છે’ આ વાતથી પ્રેરાઇને મેં આ ગ્રુપની શરૂઆત કરી હતી. હું રાત્રે જમ્યા પછી બે-ત્રણ કલાક મહેનત કરી પુસ્તકો વાંચી તેમાંથી જનરલ નોલેજ મેળવી આ ગ્રુપમાં મોકલું છે. આ ઉપરાંત કઇ પરીક્ષા ક્યારે છે અને તેના ફોર્મ સહિતની વિગત પણ આપવામાં આવે છે. ઘણા મિત્રો આ ગ્રુપના લીધે નોકરીએ પણ લાગ્યા છે. આમ પૃથ્વી ઉપરનો દરેક માણસ જો આવી રીતે એકબીજાને મદદરૂપ થશે તો કુદરત પણ રાજી રહેશે. જો તમારે પણ આ ગ્રુપમાં જોડાવું હોય તો વોટ્સઅપમાં JOIN લખીને મોકલશો-9722900480 પર.’ આ કામમાં વિશાલ વ્યાસના એન્જિનિયર પત્ની રિદ્ધિ પણ મદદ કરે છે. તદ્દઉપરાંત વિશાલ વ્યાસ એમની યુટ્યૂબ ચેનલ ‘vishal sir vyas’ દ્વારા પણ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી રહ્યા છે.