Matter of transmission of educational programs for students by the State Government in the situation of Covid-19

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા Covid-19ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણ બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી જણાવે છે કે Covid-19 ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકેલ નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ અંતગર્ત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન જૂન માસથી ચાલુ છે. બાયસેગના માધ્યમથી "વંદે ગુજરાત" ચેનલ નં. 5 થી 12 ધોરણ 5 થી 12 ના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ 24*7 કરવામાં આવે છે. દૂરદર્શનની ડી.ટી.એચ. સર્વિસ "ડી. ડી. ફ્રી ડિશ" પર "વંદે ગુજરાત"ની ચેનલ ઉપલબ્ધ છે. જે માત્ર એક જ વખત ઈંસ્ટોલેશનનો ખર્ચ કરવાનો થાય છે. ત્યારબાદ કોઈ પણ પ્રકારનું માસિક શુલ્ક ચૂકવવાનું રહેતું નથી. આ ઉપરાંત, દૂરદર્શનની "ડી.ડી. ગિરનાર "ચેનલ પરથી ધોરણ 3 થી 12 ના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યૂટ્યૂબ ચેનલ "GSHSEB Gandhinagar" પર ધોરણ 9 થી 12 ના શૈક્ષણિક કાર્યકર્મો તેમજ JEE, NEET ના કાર્યક્રમો અપલોડ કરવામાં આવેલા છે. સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા ધોરણ 9 થી 12 માટે "વર્ચ્યુઅલ ક્લાસરૂમ" અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. આ શૈક્ષણિક કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ દ્વારા બહોળા પ્રમાણમાં લેવામાં આવે તે માટે શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ વાલીઓને વિનંતી કરવામાં આવે છે.


Official Paripatra : Click Here


www.studyalert.net Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly